PSI 2026 Paper-1 With Answers

Janral
Q.1 નીચેની શ્રેણીમાં ખૂટતી સંખ્યા કઈ હશે? 2, 7, 16, __, 46, 67, 92
A 23
B 29
C 33
D ઉપરોક્ત પૈકી કોઈ નહિ
✓ B · 29
આપેલા (2થી 6)પ્રશ્નોમાં નીચે બે વિધાનો (અ) અને (બ) આપવામાં આવ્યા છે. તમારે એ નિર્ણય કરવાનો છે કે આપેલા વિધાનો આપેલા પ્રશ્નનો જવાબ આપવા પર્યાપ્ત છે કે નહીં?
Q.2 મહેશનો જન્મદિવસ ક્યારે હોય છે? વિધાન (અ) - તે જાન્યુઆરીમાં 7 તારીખ પહેલાં આવે છે. વિધાન (બ) - તેની જન્મતારીખ ૩ના ગુણાંકમાં છે. નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
A વિધાન (અ) એકલું જ જવાબ આપવા પર્યાપ્ત છે.
B વિધાન (બ) એકલું જ જવાબ આપવા પર્યાપ્ત છે.
C બંને વિધાનોમાં આપેલી માહિતી જવાબ આપવા પૂરતી નથી.
D બંને વિધાનોમાં આપેલી માહિતી જવાબ આપવા આવશ્યક છે.
✓ C · બંને વિધાનોમાં આપેલી માહિતી જવાબ આપવા પૂરતી નથી.
Q.3 Qના પિતા કોણ છે? વિધાન (અ) - R અને Q ભાઈઓ છે. વિધાન (બ) - Sની પત્ની Qની માતા છે. નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
A વિધાન (અ) એકલું જ જવાબ આપવા પર્યાપ્ત છે.
B વિધાન (બ) એકલું જ જવાબ આપવા પર્યાપ્ત છે.
C બંને વિધાનોમાં આપેલી માહિતી જવાબ આપવા પૂરતી નથી.
D બંને વિધાનોમાં આપેલી માહિતી જવાબ આપવા આવશ્યક છે.
✓ B · વિધાન (બ) એકલું જ જવાબ આપવા પર્યાપ્ત છે.
Q.4 એક સાંકેતિક ભાષામાં 297 એટલે "બારી, બારણું અને છત" હોય, તો "છત"નો સંકેત કઈ સંખ્યા હશે? વિધાન (અ) - આ જ ભાષામાં 926 એટલે "બારણું, દીવાલ અને બારી" વિધાન (બ) - આ જ ભાષામાં 185 એટલે "રસોડું, આંગણું અને ટાંકી" નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
A વિધાન (અ) એકલું જ જવાબ આપવા પર્યાપ્ત છે.
B વિધાન (બ) એકલું જ જવાબ આપવા પર્યાપ્ત છે.
C બંને વિધાનોમાં આપેલી માહિતી જવાબ આપવા પૂરતી નથી.
D બંને વિધાનોમાં આપેલી માહિતી જવાબ આપવા આવશ્યક છે.
✓ A · વિધાન (અ) એકલું જ જવાબ આપવા પર્યાપ્ત છે.
Q.5 એક લંબચોરસ પ્લોટનું ક્ષેત્રફળ કેટલું થશે? વિધાન (અ) - આ પ્લોટની પરિમિતિ 100 મીટર છે. વિધાન (બ) - આ પ્લોટની પહોળાઈ 18 મીટર છે. નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
A વિધાન (અ) એકલું જ જવાબ આપવા પર્યાપ્ત છે.
B વિધાન (બ) એકલું જ જવાબ આપવા પર્યાપ્ત છે.
C બંને વિધાનોમાં આપેલી માહિતી જવાબ આપવા પૂરતી નથી.
D બંને વિધાનોમાં આપેલી માહિતી જવાબ આપવા આવશ્યક છે.
✓ D · બંને વિધાનોમાં આપેલી માહિતી જવાબ આપવા આવશ્યક છે.
Q.6 ઉમેદવાર "ક"ને ચૂંટણીમાં કેટલા મત મળ્યા? વિધાન (અ) - ઉમેદવાર "ક"ને કુલ અપાયેલ મત પૈકી 17% મત મળ્યા. વિધાન (બ) - કુલ 24000 મતદારો પૈકી 10% મતદારોએ મતદાન ન કર્યું. નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
A વિધાન (અ) એકલું જ જવાબ આપવા પર્યાપ્ત છે.
B વિધાન (બ) એકલું જ જવાબ આપવા પર્યાપ્ત છે.
C બંને વિધાનોમાં આપેલી માહિતી જવાબ આપવા પૂરતી નથી.
D બંને વિધાનોમાં આપેલી માહિતી જવાબ આપવા આવશ્યક છે.
✓ D · બંને વિધાનોમાં આપેલી માહિતી જવાબ આપવા આવશ્યક છે.
Q.7 જો × એટલે ÷, – એટલે ×, ÷ એટલે + અને + એટલે – હોય તો, (3 – 15 ÷ 19) × 8 + 6 = ?
A -1
B 2
C 4
D ઉપરોક્ત પૈકી કોઈ નહિ
✓ B · 2
Q.8 નીચેના કોષ્ટકમાં ખૂટતી સંખ્યા કઈ હશે? 6 15 20 8 4 5 3 5 20 51 65 ?
A 80
B 90
C 100
D ઉપરોક્ત પૈકી કોઈ નહિ
✓ D · ઉપરોક્ત પૈકી કોઈ નહિ
Q.9 વિધાન: કંપની Z માર્કેટમાં પ્રતિસ્પર્ધાને લીધે મોટા પ્રમાણમાં ખોટ કરી રહી છે. પગલાં: 1. કંપની Z એ તેની તમામ વસ્તુઓ પર મોટું વળતર આપવાનું શરૂ કરવું જોઈએ. 2. કંપની Z એ તેના પ્રતિસ્પર્ધીઓની વસ્તુઓ અને પદ્ધતિઓનો અભ્યાસ કરવો જોઈએ. નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
A ફક્ત પગલું 1 યોગ્ય છે.
B ફક્ત પગલું 2 યોગ્ય છે.
C બંને પગલાં યોગ્ય છે.
D બંને પૈકી કોઈ પણ પગલું યોગ્ય નથી.
✓ B · ફક્ત પગલું 2 યોગ્ય છે.
Q.10 વિધાન: કેટલાક વિદ્યાર્થીઓ સંસ્થાની નવી નીતિઓના વિરોધમાં સામૂહિક રજા પર ગયા છે. પગલાં: 1. સંસ્થાએ નવી નીતિઓને તાત્કાલિક અસરથી પરત ખેંચવી જોઈએ. 2. સંસ્થાએ આવા તમામ વિદ્યાર્થીઓને તાત્કાલિક નિલંબિત કરવા જોઈએ. નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
A ફક્ત પગલું 1 યોગ્ય છે.
B ફક્ત પગલું 2 યોગ્ય છે.
C બંને પગલાં યોગ્ય છે.
D બંને પૈકી કોઈ પણ પગલું યોગ્ય નથી.
✓ D · બંને પૈકી કોઈ પણ પગલું યોગ્ય નથી.
Q.11 જો a + b = 7 અને ab = 10 હોય તો a² + b² નું મૂલ્ય કેટલું થશે?
A 31
B 32
C 29
D ઉપરોક્ત પૈકી કોઈ નહિ
✓ C · 29
Q.12 ₹30,000નું 3 વર્ષનું 13%ના વાર્ષિક દરે સાદું વ્યાજ કેટલું થશે?
A ₹1170
B ₹11,700
C ₹17,100
D ઉપરોક્ત પૈકી કોઈ નહિ
✓ B · ₹11,700
Q.13 કલ્પેશ એક કામ 6 દિવસમાં અને રમેશ તે જ કામ 8 દિવસમાં પૂર્ણ કરે છે. જો તે બંને સાથે કામ કરે તો તે કામ કેટલા દિવસમાં પૂરું થશે?
A 7 દિવસ
B 9 દિવસ
C 11/4 દિવસ
D ઉપરોક્ત પૈકી કોઈ નહિ
✓ D · ઉપરોક્ત પૈકી કોઈ નહિ
Q.14 એક સાંકેતિક ભાષામાં "FRENCH"નો સંકેત "IQHMFG" હોય, તો "GERMAN"નો સંકેત કયો હશે?
A JEUNDM
B JEVNDM
C IEUNDO
D JDULDM
✓ D · JDULDM
Q.15 નીચે પૈકી કઈ સંખ્યા 11 વડે વિભાજ્ય છે?
A 10634
B 10638
C 10637
D 10635
✓ C · 10637
Q.16 નીચે પૈકી કઈ સંખ્યા અવિભાજ્ય નથી?
A 637
B 647
C 677
D 691
✓ A · 637
Q.17 1400 * X = 1050 હોય, તો X = ?
A 0.6
B 0.7
C 0.8
D ઉપરોક્ત પૈકી કોઈ નહિ
✓ D · ઉપરોક્ત પૈકી કોઈ નહિ
Q.18 Mની હાલની ઉંમર તેના પુત્રની હાલની ઉંમર કરતા 3 ગણી છે. આજથી 10 વર્ષ પછી Mની તે સમયે ઉંમર તેના પુત્રની તે સમયની ઉંમર કરતા બમણી થશે. તો પુત્રની હાલની ઉંમર કેટલી હશે?
A 8 વર્ષ
B 10 વર્ષ
C 15 વર્ષ
D ઉપરોક્ત પૈકી કોઈ નહિ
✓ B · 10 વર્ષ
Q.19 એક વ્યક્તિ એક સાઈકલ ₹14,000ની કિંમતે ખરીદે છે. ત્યાર બાદ તે 12% ખોટ સાથે તે સાઈકલ વેચે છે તો તે સાઈકલની વેચાણ કિંમત કેટલી હશે?
A ₹12,320
B ₹14,120
C ₹13,120
D ઉપરોક્ત પૈકી કોઈ નહિ
✓ A · ₹12,320
Q.20 વીરેશ તેની પાસેના બે મકાન એક સરખી કિંમતમાં વેચે છે. જો તેને પહેલા મકાનમાં 5% નફો અને બીજા મકાનમાં 5% ખોટ ગઈ હોય, તો સમગ્ર લે-વેચમાં તેને કેટલા ટકા નફો કે ખોટ ગઈ હશે?
A 0.2% નફો
B 0.25% ખોટ
C 0.25% નફો
D ઉપરોક્ત પૈકી કોઈ નહિ
✓ B · 0.25% ખોટ
Q.21 કયા મહિનામાં સૌથી વધુ પુસ્તકો વેચાયાં છે?
A જાન્યુઆરી
B ફેબ્રુઆરી
C માર્ચ
D એપ્રિલ
✓ A · જાન્યુઆરી
Q.22 કયા પુસ્તકનું સૌથી વધુ વેચાણ થયું?
A પુસ્તક અ
B પુસ્તક બ
C પુસ્તક ક
D પુસ્તક ડ
✓ B · પુસ્તક બ
Q.23 ફેબ્રુઆરી અને એપ્રિલ મહિનામાં પુસ્તક કના વેચાણ અને જાન્યુઆરી અને માર્ચ મહિનામાં પુસ્તક અના વેચાણનો તફાવત કેટલો છે?
A 155
B 185
C 205
D ઉપરોક્ત પૈકી કોઈ નહિ
✓ C · 205
નીચે આપેલી માહિતિનો અભ્યાસ કરી આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો; P, Q, R, S, T, U અને V એક વર્તુળાકાર ટેબલ પર કેન્દ્રાભિમુખ બેઠા છે. P એ S અને Tની વચ્ચેછે. U એ Q અને Vની વચ્ચે છે. Q એ Tની જમણી તરફ બીજા સ્થાને છે.
Q.24 નીચે પૈકી Vનું સ્થાન કયું છે?
A Pની ડાબી તરફ બીજા સ્થાને
B P અને Pની વચ્ચે
C Uની તરત ડાબે
D ઉપરોક્ત પૈકી કોઈ નહિ
✓ A · Pની ડાબી તરફ બીજા સ્થાને
Q.25 નીચે પૈકી કયું વિધાન સાચું છે?
A S એ R અને Pની વચ્ચે છે.
B Q એ T અને R ની વચ્ચે છે.
C P એ Qની ડાબી તરફ ત્રીજા સ્થાને છે.
D ઉપરોક્ત પૈકી કોઈ નહિ
✓ C · P એ Qની ડાબી તરફ ત્રીજા સ્થાને છે.
Q.26 Rનું સ્થાન કયું છે?
A Q અને Tની વચ્ચે છે.
B Tની તરત ડાબે છે.
C Qની જમણી તરફ બીજા સ્થાને છે.
D ઉપરોક્ત પૈકી કોઈ નહિ
✓ A · Q અને Tની વચ્ચે છે.
Q.27 એક વ્યક્તિ ઉત્તર દિશામાં 100 મીટર ચાલ્યા બાદ જમણી તરફ ફરી 75 મીટર ચાલે છે. ત્યારબાદ ફરી તે જમણી તરફ ફરી 100 મીટર ચાલે છે અને અંતે તે ડાબી તરફ વળી 25 મીટર ચાલે છે. હવે તે કઈ દિશામાં જઈ રહ્યો છે?
A ઉત્તર
B દક્ષિણ
C પૂર્વ
D પશ્ચિમ
✓ C · પૂર્વ
Q.28 a_c_abb_aab_cabb_a માં ખૂટતા અક્ષરો કયા છે?
A cbcaa
B bccca
C bcccc
D acbab
✓ C · bcccc
Q.29 મીના તરફ જોઈ ઈલાએ કહ્યું, "તે મારા ભાઈની એકમાત્ર હેનની પુત્રી છે." તો મીના ઈલાની કોણ છે?
A કાકી
B માતા
C પુત્રી
D ઉપરોક્ત પૈકી કોઈ નહિ
✓ C · પુત્રી
Q.30 વર્ષ 1991નું કેલેન્ડર અને નીચે પૈકી કયા વર્ષનું કેલેન્ડર સમાન હશે?
A 2001
B 2002
C 2003
D 2005
✓ B · 2002
Q.31 બે સરખા પાત્રો M અને N દૂધ અને પાણીથી પૂર્ણ ભરવામાં આવે છે. આ પાત્રોમાં દૂધનું પ્રમાણ અનુક્રમે 20% અને 25% છે. તો આ બે પાત્રો M અને Nમાં રહેલા પાણીનો ગુણોત્તર કેટલો હશે?
A 4:5
B 8:7
C 16:15
D ઉપરોક્ત પૈકી કોઈ નહિ
✓ C · 16:15
Q.32 ત્રણ સંખ્યાનો સરવાળો 98 છે. જો પ્રથમ સંખ્યાનો ગુણોત્તર 2:3 અને બીજી અને ત્રીજી સંખ્યાઓનો ગુણોત્તર 5:8 હોય તો બીજી સંખ્યા કઈ હશે?
A 24
B 35
C 48
D ઉપરોક્ત પૈકી કોઈ નહિ
✓ D · ઉપરોક્ત પૈકી કોઈ નહિ
Q.33 એક પાસાને 2 વાર ફેંકતા, આવેલા પરિણામનો સરવાળો 9 આવે તેની સંભાવના કેટલી?
A 1/9
B 2/9
C 1/3
D ઉપરોક્ત પૈકી કોઈ નહિ
✓ A · 1/9
Q.34 એક 100 કિમી/કલાકની ઝડપે જતી ટ્રેન દરેક 75 કિમી પછી 3 મિનિટ માટે રોકાય છે. તો કુલ 600 કિમીનું અંતર કાપતા તેને કેટલો સમય લાગશે?
A 6 કલાક 24 મિનિટ
B 6 કલાક 21 મિનિટ
C 6 કલાક 18 મિનિટ
D ઉપરોક્ત પૈકી કોઈ નહિ
✓ B · 6 કલાક 21 મિનિટ
Q.35 એક ટ્રક 550 મીટર/મિનિટની ઝડપે ગતિ કરે છે, જ્યારે એક બસ 45 મિનિટમાં 33 કિમી અંતર કાપે છે. તો તેમની ઝડપનો ગુણોત્તર કેટલો થશે?
A 3:4
B 3:5
C 4:5
D ઉપરોક્ત પૈકી કોઈ નહ
✓ A · 3:4
Q.36 12, 16, 21 અને 36નો લ.સા.અ. કેટલો થશે?
A 108
B 216
C 1008
D ઉપરોક્ત પૈકી કોઈ નહિ
✓ C · 1008
Q.37 બે સિક્કા ઉછાળવામાં આવે તો ઓછામાં ઓછી એક છાપ(Heads) આવે તેવી સંભાવના કેટલી?
A 1/4
B 2/3
C 3/4
D ઉપરોક્ત પૈકી કોઈ નહિ
✓ C · 3/4
Q.38 52 પાનાંમાંથી 4 પાનાં ખેંચવામાં આવે છે. તો તે ચારેય એકકા હોય તેવી સંભાવના કેટલી?
A 1/54145
B 4/54145
C 3/54135
D ઉપરોક્ત પૈકી કોઈ નહિ
✓ D · ઉપરોક્ત પૈકી કોઈ નહિ
Q.39 ત્રણ સંખ્યાઓ 1:2:3ના પ્રમાણમાં છે. જો તેમના વર્ગોનો સરવાળો 224 હોય તો સૌથી મોટી સંખ્યા કઈ હશે?
A 15
B 21
C 12
D ઉપરોક્ત પૈકી કોઈ નહિ
✓ C · 12
Q.40 જો Pની આવક Qની આવક કરતાં 25% વધારે હોય, Qની આવક Pની આવક કરતાં કેટલા ટકા ઓછી છે?
A 20%
B 25%
C 27.5%
D ઉપરોક્ત પૈકી કોઈ નહિ
✓ A · 20%
Q.41 એક સાંકેતિક ભાષામાં 'SYMBOL'ને 'NZTMPC' તરીકે લખવામાં આવે તો આ સાંકેતિક ભાષામાં 'NUMBER'ને કઈ રીતે લખાશે?
A SFCNVO
B MWPTEB
C NWPSED
D NVOSFC
✓ D · NVOSFC
Q.42 નીચે આપેલી શ્રેણીમાં આગામી પદ કયું હશે? K3F, L6E, N11D, Q18C, ?
A S27C
B U29C
C U27B
D ઉપરોક્ત પૈકી કોઈ નહિ
✓ C · U27B
Q.43 P એ Qનો ભાઈ છે, X એ Pની માતા છે, Y એ Xના પિતા છે, Z એ Qનો પુત્ર છે. તો Zનો P સાથે કયો સંબંધ છે?
A પિતરાઈ
B દાદા
C પિતા
D ઉપરોક્ત પૈકી કોઈ નહિ
✓ D · ઉપરોક્ત પૈકી કોઈ નહિ
Q.44 વિધાનો: A. બધાં ટેબલ ખુરશી છે. B. બધાં પડદા ખુરશી છે. તારણો: 1. બધાં પડદા ટેબલ છે. 2. કેટલીક ખુરશી પડદા નથી. નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
A ફક્ત તારણ 1 અનુસરે છે.
B ફક્ત તારણ 2 અનુસરે છે.
C તારણ 1 અને 2 બંને અનુસરે છે.
D તારણ 1 કે 2 પૈકી કોઈ અનુસરતું નથી.
✓ B · ફક્ત તારણ 2 અનુસરે છે.
Q.45 વિધાનો- A. બધી પેન પેન્સિલ છે. B. એક પણ પેન્સિલ કોણમાપક નથી. તારણો- 1. કોઇ પણ પેન કોણમાપક નથી. 2. કેટલીક પેન કોણમાપક છે. 3. બધા કોણમાપક પેન છે. 4. કેટલાક કોણમાપક પેન છે. નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
A તારણ 2 અથવા તારણ 3 અનુસરે છે.
B તારણ 2 અથવા તારણ 4 અનુસરે છે.
C ફક્ત તારણ 1 અનુસરે છે.
D બધાં તારણો અનુસરે છે.
✓ C · ફક્ત તારણ 1 અનુસરે છે.
Q.46 વિધાનો- A. બધા દીપડા વાઘ છે. B. બધા સિંહ વાઘ છે. તારણો- 1. બધા વાઘ દીપડા છે. 2. બધા સિંહ વાઘ છે. 3. એક પણ દીપડો સિંહ નથી. 4. એક પણ સિંહ દીપડો નથી. નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
A તારણ 2 અથવા તારણ 3 અનુસરે છે.
B તારણ 2 અથવા તારણ 4 અનુસરે છે.
C તારણ 1 અથવા તારણ 3 અનુસરે છે.
D કોઈ પણ તારણ અનુસરતું નથી.
✓ D · કોઈ પણ તારણ અનુસરતું નથી.
Q.47 M, P, R, X, S અને Z એક સીધી હારમાં બેઠા છે. S અને Z મધ્યમાં અને M અને P છેડા પર છે. R એ Mની ડાબી તરફ છે. તો Pની જમણી તરફ કોણ છે?
A S
B X
C Z
D ઉપરોક્ત પૈકી કોઈ નહિ
✓ B · X
Q.48 "RESPONSIVENESS" શબ્દના અક્ષરોમાંથી નીચે પૈકી કયો શબ્દ બનાવી શકાય?
A NEST
B EXCESS
C SPINNER
D SPEED
✓ C · SPINNER
Q.49 નીચે પૈકી કયો વિકલ્પ અન્ય વિકલ્પો કરતાં જુદો પડે છે?
A BKM
B ENP
C GPR
D NTZ
✓ D · NTZ
Q.50 એરિયલ : યુરેનસ : ટાઈટન : ?
A ગુરૂ
B શનિ
C નેપ્ચ્યુન
D શુક્ર
✓ B · શનિ
Q.51 એક પરીક્ષામાં પાસ થવા માટે 40% ગુણ લાવવા ફરજિયાત છે. એક વિદ્યાર્થી 70 ગુણ મેળવે છે અને 50 ગુણથી નાપાસ થાય છે. તો મહત્તમ ગુણ કેટલા હશે?
A 300
B 280
C 400
D ઉપરોક્ત પૈકી કોઈ નહિ
✓ A · 300
Q.52 15 પરિણામોની સરેરાશ 40 છે. જો પ્રથમ 8 પરિણામોની સરેરાશ 38 અને અંતિમ 8 પરિણામોની સરેરાશ 41 હોય તો 8મું પરિણામ કેટલું હશે?
A 28
B 32
C 38
D ઉપરોક્ત પૈકી કોઈ નહિ
✓ B · 32
Q.53 જો 20 ટેબલની ખરીદ કિંમત 25 ટેબલની વેચાણ કિંમત જેટલી હોય તો ખોટની ટકાવારી કેટલી થ‌શે?
A 10%
B 20%
C 30%
D ઉપરોક્ત પૈકી કોઈ નહિ
✓ B · 20%
Q.54 (7 + 3√5) (7 - 3√5)નું વર્ગમૂળ કેટલું થ‌શે?
A 2
B 4
C 1
D ઉપરોક્ત પૈકી કોઈ નહિ
✓ A · 2
Q.55 0.000027નું ઘનમૂળ કેટલું થશે?
A 0.3
B 0.03
C 0.003
D ઉપરોક્ત પૈકી કોઈ નહ
✓ B · 0.03
Q.56 નીચેની શ્રેણીમાં 10મું પદ કયું હશે? 1, 7, 17, 31, 49......
A 99
B 149
C 199
D ઉપરોક્ત પૈકી કોઈ નહિ
✓ C · 199
Q.57 3/2 અને 27/8નો સમગુણોત્તર મધ્યક (Geometric mean) કેટલો થશે?
A 9/4
B 3/4
C 3/8
D ઉપરોક્ત પૈકી કોઈ નહિ
✓ A · 9/4
Q.58 જો y એ x ના સમપ્રમાણમાં ચાલે તથા જો x = 3 હોય તો y = 6 હોય, તો x = 7 હોય ત્યારે yનું મૂલ્ય કેટલું થશે?
A 3.5
B 14
C 21
D ઉપરોક્ત પૈકી કોઈ નહિ
✓ B · 14
Q.59 દ્વિઘાત સમીકરણ 3x² + 4x - 3 = 0 અંગે નીચે પૈકી કયો વિકલ્પ સાચો છે?
A આ સમીકરણના બંને ઉકેલ અલગ અલગ સંમેય સંખ્યાઓ છે.
B આ સમીકરણને વાસ્તવિક ઉકેલ નથી.
C આ સમીકરણના બંને ઉકેલ સમાન સંમેય સંખ્યાઓ છે.
D આ સમીકરણના બંને ઉકેલ અલગ અલગ અસંમેય સંખ્યાઓ છે.
✓ D · આ સમીકરણના બંને ઉકેલ અલગ અલગ અસંમેય સંખ્યાઓ છે.
Q.60 એક કાર બીજી કાર કરતા 20 કિમી/કલાક જેટલી વધુ ઝડપે ગતિ કરે છે. જો બીજી કારને 600 કિમીનું અંતર કાપતા પહેલી કાર કરતા 15 કલાક વધુ લાગતા હોય તો પહેલી કારની ઝડપ કેટલી હશે?
A 40 કિમી/કલાક
B 20 કિમી/કલાક
C 30 કિમી/કલાક
D ઉપરોક્ત પૈકી કોઈ નહિ
✓ A · 40 કિમી/કલાક
નીચેની વિગતોનો કાળજીપૂર્વક અભ્યાસ કરી પ્રશ્ન (61 થી 65 ના) ઉત્તરો આપો. P, Q, R, S, T, U અને V સાત મિત્રો છે, જે સાત અલગ શહેરો પાટણ, મહેસાણા, નડિયાદ, કલોલ, રાજકોટ, વડોદરા અને અમદાવાદમાં (જે કમાનુસાર હોય તે જરૂરી નથી) કામગીરી કરે છે. તેઓ તેમના કામના સ્થળે જવા માટે અલગ-અલગ વાહનનો ઉપયોગ કરે છે. બસ, ટ્રેન, રીક્ષા, સાયકલ, સ્કૂટર, કાર અને હોડી (જે કમાનુસાર હોય તે જરૂરી નથી) S એ કલોલ કે પાટણમાં કામ કરતો નથી. જે વ્યક્તિ ટ્રેનમાં મુસાફરી કરે છે તે વડોદરામાં કામ કરે છે. P રાજકોટમાં કામ કરે છે. Q અથવા U પૈકી કોઈ મહેસાણામાં કામ કરતા નથી. જે વ્યક્તિ કલોલમાં કામ કરે છે તે મુસાફરી માટે સ્કૂટરનો ઉપયોગ કરે છે. Q મુસાફરી માટે બસનો ઉપયોગ કરે છે. જે રીક્ષામાં કામ પર જાય છે તે મહેસાણામાં રહે છે. જે પાટણમાં કામ કરે છે તે મુસાફરી માટે હોડીનો ઉપયોગ કરતો નથી. S મુસાફરી માટે સાયકલનો ઉપયોગ કરે છે. જે રાજકોટમાં કામ કરે છે, તે હોડી કે ટ્રેનનો ઉપયોગ કરતો નથી. V મુસાફરી માટે હોડીનો ઉપયોગ કરે છે. R એ ટ્રેન કે સ્કૂટરનો ઉપયોગ કરતો નથી. T વડોદરામાં કામ કરતો નથી. જે વ્યક્તિ નડિયાદમાં રહે છે તે હોડીમાં કામ પર જતી નથી.
Q.61 નીચે પૈકી કોણ મુસાફરી માટે સ્કૂટરનો ઉપયોગ કરે છે?
A T
B S
C Q
D U
✓ A · T
Q.62 R નીચે પૈકી કઈ જગ્યાએ કામ કરે છે?
A મહેસાણા
B કલોલ
C પાટણ
D નડિયાદ
✓ A · મહેસાણા
Q.63 નીચે પૈકી કયું જોડકું સાચું છે?
A Q- પાટણ - કાર
B V- મહેસાણા - બસ
C U- વડોદરા - ટ્રેન
D S- નડિયાદ - હોડી
✓ C · U- વડોદરા - ટ્રેન
Q.64 V મુસાફરી માટે નીચે પૈકી કયા પ્રકારના વાહનનો ઉપયોગ કરે છે?
A ટ્રેન
B સાઈકલ
C બસ
D ઉપરોક્ત પૈકી કોઈ નહિ
✓ D · ઉપરોક્ત પૈકી કોઈ નહિ
Q.65 S નીચે પૈકી કયા શહેરમાં કામ કરે છે?
A વડોદરા
B નડિયાદ
C મહેસાણા
D રાજકોટ
✓ B · નડિયાદ
૬૬થી ૭૦ પ્રશ્નમાં ત્રણ શબ્દો આપવામાં આવ્યા છે. તમારે તેમની વચ્ચેનો પરસ્પર સંબંધ નક્કી કરવાનો છે.
Q.66 લોખંડ, હરણ, પાઈનેપલ
A ત્રણ અલગ વર્તુળો એકબીજા સાથે છેદતા
B ત્રણ અલગ વર્તુળો એક હરોળમાં
C ત્રણ સ્વતંત્ર અલગ વર્તુળો
D એક મોટા વર્તુળમાં બે નાના વર્તુળો
✓ C · ત્રણ સ્વતંત્ર અલગ વર્તુળો
Q.67 સમાજસેવકો, પુરુષો, ચિત્રકારો
A વેન આકૃતિ (A)
B વેન આકૃતિ (B)
C વેન આકૃતિ (C)
D વેન આકૃતિ (D)
✓ A · વેન આકૃતિ (A)
Q.68 ઇલેક્ટ્રોનિક સાધન, ડીવીડી, ટેલિવિઝન
A વેન આકૃતિ (A)
B વેન આકૃતિ (B)
C વેન આકૃતિ (C)
D વેન આકૃતિ (D)
✓ D · વેન આકૃતિ (D)
Q.69 પૃથ્વી, યુરોપ, ઓસ્ટ્રેલિયા
A વેન આકૃતિ (A)
B વેન આકૃતિ (B)
C વેન આકૃતિ (C)
D વેન આકૃતિ (D)
✓ D · વેન આકૃતિ (D)
Q.70 પુરુષો, સ્ત્રીઓ, ખેલાડીઓ
A ત્રણ વર્તુળો એકબીજાને છેદે છે
B ત્રણ વર્તુળો ક્રમશઃ છેદતા
C ત્રણ અલગ વર્તુળો
D બે વર્તુળોની અંદર એક નાનું વર્તુળ
✓ A · ત્રણ વર્તુળો એકબીજાને છેદે છે
Q.71 સુજય અને વિજય એક વ્યવસાયમાં 7 : 9ના ગુણોત્તરમાં મૂડી રોકાણ કરે છે. 8 મહિના બાદ સુજય પોતાની મૂડી પરત લઈ લે છે. જો તેમને નફો 8 : 9ના પ્રમાણમાં મળ્યો હોય, તો વિજયે કેટલા મહિના મૂડી રોકાણ કર્યું હશે?
A 6 મહિના
B 8 મહિના
C 7 મહિના
D ઉપરોક્ત પૈકી કોઈ નહિ
✓ C · 7 મહિના
Q.72 સાદા વ્યાજે મૂકેલી એક રકમ 15 વર્ષે 3 ગણી થાય તો વ્યાજનો દર કેટલો હશે?
A 14/3 %
B 13 %
C 23/3 %
D ઉપરોક્ત પૈકી કોઈ નહિ
✓ D · ઉપરોક્ત પૈકી કોઈ નહિ
Q.73 ₹2000નું 10% વ્યાજદરે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે?
A ₹662
B ₹672
C ₹682
D ઉપરોક્ત પૈકી કોઈ નહ
✓ A · ₹662
Q.74 વિદ્યાર્થીઓનો એક સમૂહ એક કામ 40 દિવસમાં પૂર્ણ કરે છે. જો તે સમૂહમાં 10 વિદ્યાર્થીઓ વધુ હોય તો તે કામ 35 દિવસમાં પૂર્ણ થાય છે. તો તે સમૂહમાં કેટલા વિદ્યાર્થીઓ હશે?
A 90
B 140
C 35
D ઉપરોક્ત પૈકી કોઈ નહિ
✓ D · ઉપરોક્ત પૈકી કોઈ નહિ
Q.75 એક વ્યક્તિ પાસે ₹50,000 છે, તે પૈકી એક ભાગ તે 3%ના દરે સાદા વ્યાજે અને બાકીનો ભાગ 4%ના દરે સાદા વ્યાજે રોકાણ કરે છે. જો 3 વર્ષના અંતે તેને કુલ ₹7500 પ્રાપ્ત થયા હોય, તો 3%ના દરે તેણે કેટલા રૂપિયાનું રોકાણ કર્યું હશે?
A ₹30,000
B ₹25,000
C ₹40,000
D ઉપરોક્ત પૈકી કોઈ નહિ
✓ A · ₹30,000
Q.76 80 કિમી/કલાકની ઝડપે જતી એક ટ્રેનની લંબાઈ 400 મીટર હોય, તો એક સ્થિર થાંભલાને પસાર કરતા કેટલો સમય લાગશે?
A 12 સેકન્ડ
B 18 સેકન્ડ
C 21 સેકન્ડ
D ઉપરોક્ત પૈકી કોઈ નહ
✓ A · 12 સેકન્ડ
Q.77 બે ટ્રેન 200 મીટર અને 180 મીટર લંબાઈ ધરાવે છે. તેઓ એકબીજી તરફ અનુક્રમે 30 કિમી/કલાક અને 42 કિમી/કલાકની ઝડપે ગતિ કરે છે. તો તેમને એકબીજાને પસાર કરતા કેટલો સમય લાગશે?
A 19 સેકન્ડ
B 26 સેકન્ડ
C 30 સેકન્ડ
D ઉપરોક્ત પૈકી કોઈ ન હ
✓ A · 19 સેકન્ડ
Q.78 એક તરવૈયો 8 કિમી/કલાકની ઝડપે સ્થિર પાણીમાં તરી શકે છે. તેને નદીના પ્રવાહની વિરુદ્ધ દિશામાં 12 કિમી અંતર કાપતા લાગતો સમય પ્રવાહની દિશામાં સમાન અંતર કાપતા લાગતા સમય કરતા ત્રણ ગણો હોય તો પ્રવાહની ઝડપ કેટલી હશે?
A 3 કિમી/કલાક
B 4 કિમી/કલાક
C 5 કિમી/કલાક
D ઉપરોક્ત પૈકી કોઈ ન હ
✓ B · 4 કિમી/કલાક
Q.79 એક લંબચોરસનું ક્ષેત્રફળ 80 ચો.સેમી છે. જો તેની પહોળાઈ 8 સેમી હોય તો તેના વિકર્ણની લંબાઈ કેટલી હશે?
A 10 સેમી
B 12 સેમી
C 13.5 સેમી
D ઉપરોક્ત પૈકી કોઈ નહિ
✓ D · ઉપરોક્ત પૈકી કોઈ નહિ
Q.80 30 મીટર વ્યાસના એક વર્તુળાકાર મેદાનની ફરતે 1 મીટર પહોળાઈની લોન બનાવેલી છે. તો આ લોનનું ક્ષેત્રફળ કેટલું થશે?
A 604 ચો.મી
B 704 ચો.મી
C 804 ચો.મી
D ઉપરોક્ત પૈકી કોઈ નહિ
✓ D · ઉપરોક્ત પૈકી કોઈ નહિ
નીચે આપેલી વિગતોનો અભ્યાસ કરી (પ્રશ્ન 81થી 85ના) જવાબ આપો. એક સાંકેતિક ભાષામાં, 'cool waves chilled weather'ને 'ti chi su pic' ; 'January is cool month'ને 'ro mo su da'; 'lovely month chilled season'ને 'mo pic ki nic' અને 'December is cool season'ને 'su nic ro ne' તરીકે લખવામાં આવે છે.
Q.81 "weather"નો સંકેત કયો હશે?
A pic
B su
C chi અથવા ti
D mo
✓ C · chi અથવા ti
Q.82 "da" કોનો સંકેત છે?
A is
B January
C cool
D month
✓ B · January
Q.83 "chilled December"નો સંકેત શું થશે?
A ro pic
B nic su
C pic nic
D ne pic
✓ D · ne pic
Q.84 "ki su ro" શેનો સંકેત છે?
A cool lovely season
B lovely chilled month
C cool waves is
D cool is lovely
✓ D · cool is lovely
Q.85 "dense for lovely weather" માટે કયો સંકેત થશે?
A ro mo ki ne
B ni ki mo ro
C rom o su da
D નિશ્ચિત કરી શકાય નહિ.
✓ D · નિશ્ચિત કરી શકાય નહિ.
નીચેની શ્રેણીનો અભ્યાસ કરી પ્રશ્ન (86થી 90) માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો: B @ C 7 N R % 5 $ G 6 K M & 4 S # P U 5
Q.86 ઉપરોક્ત શ્રેણીમાં કેટલા સંકેતો (Symbols) વ્યંજન (Consonants) પછી આવે છે?
A 3
B 5
C 4
D ઉપરોક્ત પૈકી કોઈ નહ
✓ C · 4
Q.87 આપેલી શ્રેણીની ગોઠવણી પ્રમાણે નીચેના જૂથ પછી કયું જૂથ આવશે? BC7 R5$ 6M& ?
A N5G
B SPU
C C4H
D ઉપરોક્ત પૈકી કોઈ નહિ
✓ D · ઉપરોક્ત પૈકી કોઈ નહિ
Q.88 જો શ્રેણીમાંથી બધા સંકેતો દૂર કરવામાં આવે તો, નીચે પૈકી કોણ જમણા છેડાથી 12મા સ્થાને હશે?
A 7
B N
C R
D ઉપરોક્ત પૈકી કોઈ નહિ
✓ B · N
Q.89 જો શ્રેણીના પ્રથમ 10 પદોને ઉલટાવીને લખવામાં આવે તો ડાબા છેડાથી 7મા સ્થાને કોણ આવશે?
A @
B C
C 7
D ઉપરોક્ત પૈકી કોઈ નહિ
✓ C · 7
Q.90 શ્રેણીમાં જેની તરત આગળ સંકેત હોય અને તરત પછી સંખ્યા હોય તેવા મૂળાક્ષરોની સંખ્યા કેટલી છે?
A 0
B 2
C 3
D ઉપરોક્ત પૈકી કોઈ નહિ
✓ B · 2
Q.91 એક શંકુની ત્રિજ્યા 7 સેમી અને તેની તિર્યક ઊંચાઈ 12 સેમી હોય તો તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે?
A 246 ચો.સેમી
B 462 ચો.સેમી
C 264 ચો.સેમી
D ઉપરોક્ત પૈકી કોઈ નહિ
✓ C · 264 ચો.સેમી
Q.92 એક કૂવો 11.2 મીટર વ્યાસ અને 8 મીટર ઊંડાઈ ધરાવે છે. તો તેમાં મહત્તમ કેટલું પાણી સમાઈ શકશે?
A 78848 લિટર
B 788480 લિટર
C 788.48 લિટર
D ઉપરોક્ત પૈકી કોઈ નહિ
✓ B · 788480 લિટર
Q.93 132 ઘન સેમી ચાંદીના જથ્થામાંથી 1 મીમી વ્યાસનો તાર બનાવવામાં આવે તો આ તારની લંબાઈ કેટલી થશે?
A 168 સેમી
B 168 મીટર
C 16.8 મીટર
D ઉપરોક્ત પૈકી કોઈ નહિ
✓ B · 168 મીટર
Q.94 10 મીટર લાંબી, 15 મીટર પહોળી અને 80 સેમી ઊંચાઈની એક લંબઘન ટાંકીનું ઘનફળ કેટલું થશે?
A 120 ઘન.મી
B 12,00,000 ઘન.મી
C 24,000 ઘન.મી
D ઉપરોક્ત પૈકી કોઈ નહિ
✓ A · 120 ઘન.મી
Q.95 નીચે આપેલી માહિતીનો મધ્યસ્થ કેટલો થશે? 14, 2, 21, 7, 30, 11, 25, 14
A 12.5
B 14
C 15
D ઉપરોક્ત પૈકી કોઈ નહિ
✓ B · 14
Q.96 નીચે આપેલી માહિતીના મધ્યસ્થ અને બહુલકનો તફાવત કેટલો થશે? 12, 15, 13, 18, 20, 15, 22
A 3
B 1
C 0
D ઉપરોક્ત પૈકી કોઈ નહિ
✓ C · 0
Q.97 એક લીપ વર્ષ ન હોય તેવા કોઈ વર્ષમાં 53 રવિવાર આવે તેની સંભાવના કેટલી?
A 1/7
B 1/14
C 53/365
D ઉપરોક્ત પૈકી કોઈ નહિ
✓ A · 1/7
Q.98 "PROBABILITY" શબ્દમાંથી કોઈ બે અક્ષર પસંદ કરવામાં આવે તો બંને અક્ષર સ્વરો હોય તેની સંભાવના કેટલી?
A 4/55
B 6/55
C 5/66
D ઉપરોક્ત પૈકી કોઈ નહિ
✓ B · 6/55
Q.99 જો નીચેની આકૃતિમાં રેખા m એ ત્રિકોણ ABCની બાજુ ABને સમાંતર હોય તો ખૂણા a નું મૂલ્ય કેટલું થશે?
A 130°
B 50°
C 80°
D ઉપરોક્ત પૈકી કોઈ નહ
✓ B · 50°
Q.100 એક કાટકોણ ત્રિકોણ સમ___જ હોય તો તેના બે સરખા ખૂણાનું માપ કેટલું થશે?
A 45°
B 55°
C 65°
D ઉપરોક્ત પૈકી કોઈ નહિ
✓ A · 45°
Q.101 ગુજરાતનું 2026-2027નું અંદાજપત્ર રૂ.408053 કરોડની ખર્ચ જોગવાઈ સાથે રજૂ થયું, તે અગાઉના અંદાજપત્રની સદર જોગવાઈ કરતા કેટલા ટકા વધ્યું હતું?
A 5.10%
B 8.25%
C 10.20%
D 15%
✓ C · 10.20%
Q.102 ગુજરાતના 2026-2027ના અંદાજપત્રમાં નીચેના પૈકી કયા ક્ષેત્રે સૌથી વધુ રકમની ફાળવણી કરવામાં આવી છે?
A કૃષિ
B શિક્ષણ
C સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ
D શહેરી વિકાસ
✓ B · શિક્ષણ
Q.103 ફેબ્રુઆરી 2026માં ભારતે ઇઝરાયેલ પાસેથી કેટલા એર રિફ્યુલિંગ ટેન્કર (એરક્રાફ્ટ) ખરીદવા માટે સમજૂતી કરી?
A
B દશ
C બાર
D આઠ
✓ A · છ
Q.104 કચ્છના છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સ્થળોની સૂચિમાં સમાવેશ કરાતા હવે ગુજરાતમાં રામસર સ્થળોની કુલ કેટલી સંખ્યા થઈ છે?
A ચાર
B પાંચ
C
D આઠ
✓ B · પાંચ
Q.105 કેન્દ્રીય અંદાજપત્ર 2026-27 એ પૂર્વોદય યોજનાનું પુનઃસમર્થન કર્યું છે. નીચેના પૈકી કયું રાજ્ય આ યોજના હેઠળ સમાવિષ્ટ નથી?
A આંધ્રપ્રદેશ
B બિહાર
C ઝારખંડ
D છત્તીસગઢ
✓ A · આંધ્રપ્રદેશ
Q.106 ગાંધીનગર ખાતે દેશની પ્રથમ કેન્દ્રીય બેન્ક, ડિજિટલ કરન્સી આધારિત જાહેર વિતરણ વ્યવસ્થા નીચેના પૈકી કોણે શરૂ કરી?
A વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી
B કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ
C કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા
D મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
✓ B · કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ
Q.107 તાજેતરમાં શરૂ કરવામાં આવેલી શક્તિ કોરીડોરનો પ્રથમ તબક્કો નીચેના પૈકી ક્યાં મંદિરોને જોડે છે?
A અંબાજીમાં ગબ્બરનું મુખ્ય મંદિર અને માનસ સરોવર
B અંબાજીના માનસ સરોવર અને શામળાજીના મુખ્ય મંદિર
C અંબાજીના ગબ્બરનું મુખ્ય મંદિર અને શામળાજીના મુખ્ય મંદિર
D સોમનાથનું મુખ્ય મંદિર અને અંબાજીના માનસ સરોવર
✓ A · અંબાજીમાં ગબ્બરનું મુખ્ય મંદિર અને માનસ સરોવર
Q.108 "પોપ્યુલર ચોઇસ કેટેગરી"માં નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય પ્રજાસત્તાક દિવસની પરેડમાં (2026) ગુજરાતના ટેબલો-tableau- ઝાંખીએ નીચેના પૈકી કયું ઇનામ જીત્યું?
A વિશેષ પ્રશંસા
B ત્રીજું ઇનામ
C બીજું ઇનામ
D પ્રથમ ઇનામ
✓ D · પ્રથમ ઇનામ
Q.109 નીચેના પૈકી કયો નવીન રચાયેલ વાવ-થરાદ જિલ્લાનો તાલુકો નથી?
A ભાભર
B સૂઈગામ
C લાખણી
D ડીસા
✓ D · ડીસા
Q.110 2026-2027ના કેન્દ્રીય અંદાજપત્રમાં કેટલા હાઈસ્પીડ રેલ કોરીડોરની જાહેરાત કરવામાં આવી હતી?
A ચાર
B
C સાત
D આઠ
✓ C · સાત
Q.111 ભારતના સંવિધાન અનુસાર સૌરાષ્ટ્ર, કચ્છ અને બાકીના ગુજરાત માટે જુદાજુદા વિકાસ બોર્ડોની સ્થાપના કરવા માટે કોની ખાસ જવાબદારીની જોગવાઈ કરે છે?
A ભારતના વડાપ્રધાન
B ગુજરાતના મુખ્ય મંત્રી
C રાજ્યની વડી અદાલત
D રાજ્યના રાજ્યપાલ
✓ D · રાજ્યના રાજ્યપાલ
Q.112 ભારતના સંવિધાનના નીચેના પૈકી કયો અનુચ્છેદ આ સંવિધાન ભારતનું સંવિધાન કહેવાશે એમ કહે છે?
A 392
B 393
C 394
D 395
✓ B · 393
Q.113 ભારતના સંવિધાનનો નીચેના પૈકી કયો ભાગ "સંઘ અને રાજ્યો હેઠળની સેવાઓ"ને લગતી જોગવાઈઓ પૂરી પાડે છે?
A ભાગ 14
B ભાગ 16
C ભાગ 15
D ભાગ 11
✓ A · ભાગ 14
Q.114 ભારતના સંવિધાનની છઠ્ઠી અનુસૂચિમાં નીચેના પૈકી કયા રાજ્યનો ઉલ્લેખ થયેલ નથી?
A આસામ
B મેઘાલય
C મિઝોરમ
D અરુણાચલ પ્રદેશ
✓ D · અરુણાચલ પ્રદેશ
Q.115 ભારત સરકારે સરકારીયા આયોગની આંતર રાજ્ય પરિષદની રચના કરવાની ભલામણ સ્વીકારેલ, જે અંગે તેની સ્થાપનાનું જાહેરનામું ________ અન્વયે જાહેર કર્યું.
A રાષ્ટ્રપતિના હુકમ
B સંસદના અધિનિયમ
C બંધારણીય સુધારા
D વડાપ્રધાનના હુકમ
✓ A · રાષ્ટ્રપતિના હુકમ
Q.116 ભારતીય સંસદની વિભાગને લગતી સ્થાયી સમિતિ કેટલા સભ્યોની બનેલી હોય છે?
A 21
B 10
C 31
D 22
✓ C · 31
Q.117 સંસદની જાહેર હિસાબ સમિતિની મુદત ________ છે.
A એક વર્ષ
B બે વર્ષ
C ત્રણ વર્ષ
D ચાર વર્ષ
✓ A · એક વર્ષ
Q.118 ગૃહમાં જે પ્રશ્નનો મૌખિક ઉત્તર આપવાનો ના હોય પરંતુ તેનો લેખિત ઉત્તર ટેબલ પર મુકાયેલો હોવાનું માની લેવામાં આવ્યું હોય તેવા પ્રશ્ને ________ કહે છે.
A તારાંકિત પ્રશ્ન
B બિન તારાંકિત પ્રશ્ન
C મુખ્ય પ્રશ્ન
D વધારાનો પ્રશ્ન
✓ B · બિન તારાંકિત પ્રશ્ન
Q.119 નીચેના પૈકી કયા અનુચ્છેદ હેઠળ ભારતના રાષ્ટ્રપતિ માટે સંસદના બંને ગૃહો સમક્ષ નાણાં આયોગનો અહેવાલ મૂકવો બંધારણીય રીતે ફરજિયાત છે?
A 280
B 281
C 282
D 283
✓ B · 281
Q.120 નીચેનામાંથી કયું કેન્દ્રીય કેબિનેટ સચિવાલયનો ભાગ નથી?
A લશ્કરી પાંખ - મિલિટરી વિંગ
B ગુપ્તચર પાંખ - ઇન્ટેલીજન્સ વિંગ
C નાગરિક પાંખ - સિવિલ વિંગ
D જાહેર પાંખ - પબ્લિક વિંગ
✓ D · જાહેર પાંખ - પબ્લિક વિંગ
Q.121 ૨૦૨૬-૨૦૨૭ના કેન્દ્રીય અંદાજપત્રમાં નીચેના પૈકી કયું ભારત સરકારના બીજા કર્તવ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું?
A આર્થિક વિકાસને વેગવંતો બનાવવો અને ટકાવી રાખવો.
B મહત્વકાંક્ષાઓ પૂર્ણ કરવી અને ક્ષમતા નિર્માણ કરવી
C વિકસિત ભારત માટે 'સબકા સાથ, સબકા વિકાસ'ની દૂરદર્શિતા સાથે સંરેખિત થવું
D અગ્રણી વૈશ્વિક સોફ્ટવેર પાવર થવા માટે સંરેખિત થવું
✓ B · મહત્વકાંક્ષાઓ પૂર્ણ કરવી અને ક્ષમતા નિર્માણ કરવી
Q.122 ૨૦૨૬માં જાહેર કરવામાં આવેલા પદ્મ પુરસ્કારોમાં શ્રી નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલાને _____ ક્ષેત્રના પ્રદાન માટે પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
A કલા
B સામાજિક કાર્ય
C સાહિત્ય અને શિક્ષણ
D નાગરિક સેવા
✓ B · સામાજિક કાર્ય
Q.123 ૨૦૨૬માં નીચેના પૈકી કઈ વ્યક્તિએ "બેસ્ટ ઓડિયો બુક, નેરેશન એન્ડ સ્ટોરી રેકોર્ડિંગ" શ્રેણીનો તેમનો પ્રથમ ગ્રેમી એવોર્ડ પ્રાપ્ત કર્યો છે?
A હરિપ્રસાદ ચૌરસિયા
B દલાઈ લામા
C પંડિત જશરાજ
D પંડિત કુમાર ગાંધર્વ
✓ B · દલાઈ લામા
Q.124 ૨૦૨૬માં દાવોસ ખાતે "ધ વર્લ્ડ ઈકોનોમિક ફોરમ" યોજાયું હતું, દાવોસ નીચેના પૈકી કયા દેશમાં આવેલ છે?
A નોર્વે
B સ્વિત્ઝર્લેન્ડ
C જર્મની
D સ્વીડન
✓ B · સ્વિત્ઝર્લેન્ડ
Q.125 2025માં ગુજરાતમાં નીચેના પૈકી કઈ લશ્કરી કવાયત હાથ ધરવામાં આવી હતી?
A ત્રિશૂલ કવાયત
B ડેઝર્ટ હન્ટ કવાયત
C ધર્મા ગાર્જિયન
D ડેઝર્ટ સાયક્લોન
✓ D · ડેઝર્ટ સાયક્લોન
Q.126 કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે ભારતની પ્રથમ સહકારી ક્ષેત્રની ટેક્ષી સેવા _______ નું ઉદ્ઘાટન કર્યું.
A નમો ટેક્ષી
B ગૌરવ ટેક્ષી
C ભારત ટેક્ષી
D ગરુડ ટેક્ષી
✓ C · ભારત ટેક્ષી
Q.127 2026માં નીચેના પૈકી કઈ ટીમે વુમન પ્રિમિયમ લીગ ટાઈટલની ચોથી આવૃત્તિ જીતી?
A મુંબઈ ઇન્ડિયન
B દિલ્હી કેપિટલ
C ચેન્નાઈ સુપર ક્વિન્સ
D રોયલ ચેલેન્જર્સ બેંગલોર
✓ D · રોયલ ચેલેન્જર્સ બેંગલોર
Q.128 ભારતીય કાયદા અમલીકરણ સંસ્થા (CBI) અને ઇન્ટરપોલ (INTERPOL) વચ્ચેના સહયોગને સુવ્યવસ્થિત કરવા માટે 2025માં કેન્દ્રીય મંત્રી શ્રી અમિત શાહ દ્વારા નીચેના પૈકી કયું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું?
A ઈન્ડીપોલ
B ભારતપોલ
C રક્ષાપોલ
D સુપરપોલ
✓ B · ભારતપોલ
Q.129 ફેબ્રુઆરી 2026ની સ્થિતિએ ચંદ્રયાન મિશન-4 માટે ચંદ્ર પર ઉતરવાનું સ્થળ અથવા ટચડાઉન ઝોન તરીકે નીચેના પૈકી કયું સ્થળ પસંદ કરવામાં આવ્યું છે?
A મોન્સ માઉટન-4
B મોન્સ સાઉટન-4
C મોન્સ નોરટન-4
D મોન્સ ઈરટોન-4
✓ C · મોન્સ નોરટન-4
Q.130 ફેબ્રુઆરી 2026માં ડિજિટલ કનેક્ટિવિટીને વેગવંતી બનાવવા માટે ગુજરાત સરકારે નીચેના પૈકી કઈ વૈશ્વિક કંપની સાથે ઉદ્દેશ્ય પત્ર (લેટર ઓફ ઈન્ટેન્ટ) પર હસ્તાક્ષર કર્યા?
A મેટા-Meta
B સ્ટારલિંક
C ગૂગલ
D આઈબીએમ
✓ B · સ્ટારલિંક
Q.131 ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન (GRIT)ની સ્થાપના ક્યારે કરવામાં આવી?
A ડિસેમ્બર 2024
B સપ્ટેમ્બર 2024
C ડિસેમ્બર 2025
D જાન્યુઆરી 2026
✓ B · સપ્ટેમ્બર 2024
Q.132 રાજ્યની વિધાન પરિષદના સભ્યોની ________ ભાગની સંખ્યાના સભ્યોની ચૂંટણી સ્થાનિક સત્તા મંડળના મતદારમંડળ દ્વારા કરવામાં આવે છે.
A 1/2
B 1/3
C 1/4
D 1/6
✓ B · 1/3
Q.133 ભારતના સંવિધાનની 11મી અનુસૂચિમાં નીચેના પૈકી કઈ બાબતનો ઉલ્લેખ થયેલો નથી?
A સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ
B પ્રોઢ અને અનૌપચારિક શિક્ષણ
C સામાજિક વનીકરણ અને ફાર્મ વનીકરણ
D આવકવેરો
✓ D · આવકવેરો
Q.134 1લી જાન્યુઆરી, 2015ના રોજ NITI આયોગની સ્થાપના ________ દ્વારા થઈ હતી.
A બંધારણીય સુધારા
B સંસદના અધિનિયમ
C કારોબારી ઠરાવ
D ભારતના રાષ્ટ્રપતિના ખાસ હુકમ
✓ C · કારોબારી ઠરાવ
Q.135 નીચેના પૈકી કયા અંદાજપત્રમાં ગુજરાત વહિવટી સુધારા આયોગની સ્થાપના અંગે જાહેરાત કરવામાં આવી હતી?
A અંદાજપત્ર 2024-25
B અંદાજપત્ર 2025-26
C અંદાજપત્ર 2026-27
D અંદાજપત્ર 2023-24
✓ B · અંદાજપત્ર 2025-26
Q.136 ગુજરાત (જાહેર સેવાઓ અંગેના નાગરિકોનો અધિકાર) અધિનિયમ ગુજરાતમાં ________ માં અમલમાં આવ્યો.
A 2013
B 2015
C 2017
D 2019
✓ A · 2013
Q.137 ભારત સરકારનું સેવોત્તમ મોડેલ (Sevottam Model) કેટલાં મુખ્ય ઘટકોનું બનેલું છે?
A 2
B 3
C 4
D 5
✓ B · 3
Q.138 જાન્યુઆરી 2026ની સ્થિતિએ ગુજરાતમાં સ્થાનિક સંસ્થાઓમાં મહિલાઓ માટે કેટલા ટકા બેઠકો અનામત રાખવામાં આવી છે?
A 33%
B 45%
C 50%
D 66%
✓ C · 50%
Q.139 ભારતીય બંધારણ મુજબ કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલનો પગાર અને સેવાની અન્ય શરતો કોના દ્વારા નક્કી કરવામાં આવે છે?
A ભારતની સંસદ
B ભારતના રાષ્ટ્રપતિ
C ભારતની સર્વોચ્ચ અદાલત
D ભારતના ઉપરાષ્ટ્રપતિ
✓ A · ભારતની સંસદ
Q.140 ભારતના સંવિધાનના નીચેના પૈકી કયા અનુચ્છેદો ભારતની નાગરિકતા બાબતની જોગવાઈઓ પૂરી પાડે છે?
A અનુચ્છેદ 2 થી 7
B અનુચ્છેદ 3 થી 8
C અનુચ્છેદ 5 થી 11
D અનુચ્છેદ 5 થી 10
✓ C · અનુચ્છેદ 5 થી 11
Q.141 ભારતના સંરક્ષણ પ્રધાનની (Defence Minister) અધ્યક્ષતામાં ડિફેન્સ એકવિઝિશન કાઉન્સિલ (DAC) દ્વારા કેટલા રાફેલ ફાઇટર જેટ ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે?
A 94
B 114
C 124
D 132
✓ B · 114
Q.142 નવી દિલ્હી ખાતે ભારતના વડાપ્રધાનશ્રીએ સેવા તીર્થ સંકુલનું ઉદઘાટન કર્યું. નીચેના પૈકી કયો વિભાગ આ સંકુલમાં આવેલો નથી?
A વડાપ્રધાન કાર્યાલય
B રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સંકુલ
C કેબિનેટ સચિવાલય
D ભારતના ઉપરાષ્ટ્રપતિનું કાર્યાલય
✓ D · ભારતના ઉપરાષ્ટ્રપતિનું કાર્યાલય
Q.143 જાન્યુઆરી 2026માં ભારતના સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા ભારતના સંવિધાનના અનુચ્છેદ 21 હેઠળ નીચેના પૈકી કોને મહિલાઓના મૂળભૂત અધિકાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે?
A જોડાણ તોડી નાખવાનો અધિકાર
B માસિક આરોગ્ય
C છૂટાછેડા
D વૃદ્ધોની સંભાળ
✓ B · માસિક આરોગ્ય
Q.144 ભારત સરકાર દ્વારા 2025માં નીચેના પૈકી કઈ ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો ન મળ્યો?
A પાલી
B મરાઠી
C ગુજરાતી
D પ્રાકૃત
✓ C · ગુજરાતી
Q.145 ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ (TASL) અને એરબસ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવેલા H-125 હેલિકોપ્ટરની અંતિમ એસેમ્બલી લાઇનનું ઉદઘાટન ફેન્ચ રાષ્ટ્રપતિ મેકોન દ્વારા નીચેના પૈકી કયા રાજ્યમાં કરવામાં આવ્યું હતું?
A તામિલનાડુ
B કર્ણાટક
C કેરળ
D આંધ્રપ્રદેશ
✓ B · કર્ણાટક
Q.146 કંપની દ્વારા તેના નફા (અથવા અનામત)માંથી નિયમિતપણે (સામાન્ય રીતે વાર્ષિક) શેરધારકોને ચૂકવવામાં આવતી રકમને શું કહેવામાં આવે છે?
A શેર્સ (shares)
B રોકાણ (investment)
C ડિવિડન્ડ્સ (dividends)
D ડિસ્કાઉન્ટ (discount)
✓ C · ડિવિડન્ડ્સ (dividends)
Q.147 જાહેર સાહસ મંત્રાલય જાહેર ક્ષેત્રના એકમોને નીચેનામાંથી કઈ શ્રેણીઓમાં વર્ગીકૃત કરે છે? 1. મહારત્ન 2. નવરત્ન 3. મિનિરત્ન નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
A ફક્ત 1 અને 2
B ફક્ત 2 અને 3
C ફક્ત 1 અને 3
D 1, 2 અને 3
✓ D · 1, 2 અને 3
Q.148 ગુજરાત સરકારની કુંવરબાઈનું મામેરું યોજનાના લાભાર્થીઓને કયા હેતુ માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે?
A લગ્ન
B શિક્ષણ
C તીર્થ યાત્રા
D તબીબી ગંભીર પરિસ્થિતિ
✓ A · લગ્ન
Q.149 ક્વોન્ટમ કમ્પ્યુટિંગ માહિતીના મૂળભૂત એકમ કે જે બે-અવસ્થાના ક્વોન્ટમ-મિકેનિકલ વ્યવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે તેને ________ કહે છે.
A એલબિટ્સ
B ઓબિટ્સ
C ક્યુબિટ્સ
D એમબિટ્સ
✓ C · ક્યુબિટ્સ
Q.150 2025માં નીચેના પૈકી કયા સ્થળને ગુજરાતના પ્રથમ જૈવ વિવિધતા હેરિટેજ સાઇટ (BHS) તરીકે જાહેર કરવામાં આવ્યું છે?
A ગુનેરી ઇનલેન્ડ મેન્ગ્રોવ
B ધાન્ધ ઇનલેન્ડ મેન્ગ્રોવ
C ઉના ઇનલેન્ડ મેન્ગ્રોવ
D થોળ ઇનલેન્ડ મેન્ગ્રોવ
✓ A · ગુનેરી ઇનલેન્ડ મેન્ગ્રોવ
Q.151 ગુજરાત સરકારે નવેમ્બર 2024માં કેટલામા નાણા પંચ (State Finance Commission) ની રચના કરી?
A ચોથા
B પાંચમા
C છઠ્ઠા
D સાતમા
✓ A · ચોથા
Q.152 નીચેના પૈકી કઈ ભારતમાં બંધારણીય સંસ્થા છે?
A રાષ્ટ્રીય મહિલા આયોગ
B ક્ષેત્રીય પરિષદ
C ભાષાકીય લઘુમતીઓ માટેના કમિશનર
D રાષ્ટ્રીય વિકાસ પરિષદ
✓ C · ભાષાકીય લઘુમતીઓ માટેના કમિશનર
Q.153 દર વર્ષે 25 ડિસેમ્બરના રોજ સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે, તેની શરૂઆત નીચેના પૈકી કયા વર્ષે થઈ હતી?
A 2014
B 2015
C 2016
D 2017
✓ A · 2014
Q.154 સ્થાનિક શહેરી સંસ્થામાં સભ્ય થવાની લાયકાત માટેની લઘુત્તમ વય ________ છે.
A 18 વર્ષ
B 21 વર્ષ
C 22 વર્ષ
D 25 વર્ષ
✓ B · 21 વર્ષ
Q.155 પંચાયતો માટેની જોગવાઈઓ કેન્દ્રશાસિત પ્રદેશો માટેના રાજ્યના કિસ્સામાં લાગુ પડતી જોગવાઈઓ મુજબ એક સરખી લાગુ પડશે, પરંતુ તે નીચેના પૈકી કયા સત્તાધિકારી દ્વારા જાહેરનામા અન્વયે થઈ શકશે?
A ભારતના રાષ્ટ્રપતિ
B રાજ્યપાલ
C કેબિનેટ સચિવ
D વડાપ્રધાન
✓ A · ભારતના રાષ્ટ્રપતિ
Q.156 માર્ચ 2026ની સ્થિતિએ ગુજરાતમાં કુલ કેટલાં જૂથો "ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથો" (PVTGs) અસ્તિત્વ ધરાવે છે?
A ચાર
B પાંચ
C
D સાત
✓ B · પાંચ
Q.157 નીચેના પૈકી કયું ખનિજ ગુજરાતમાં મુખ્ય ખનિજ તરીકે ઉપલબ્ધ નથી?
A લિગ્નાઈટ (Lignite)
B બોક્સાઈટ (Bauxite)
C મેંગેનિઝ અયસ્ક (Manganese ore)
D અબરખ (Mica)
✓ D · અબરખ (Mica)
Q.158 ગુજરાતમાં અનુક્રમે કેટલાં રાષ્ટ્રીય ઉદ્યાન આવેલાં છે?
A 4
B 6
C 7
D 9
✓ A · 4
Q.159 સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઈ યોજનાના (SAUNI) બાબતે નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે?
A લિંક I - મોરબી જિલ્લાના મચ્છુ - II ડેમથી સાની ડેમ
B લિંક II - સુરેન્દ્રનગર જિલ્લાના ધૌળીધજા ડેમથી વેણુ ડેમ - I
C લિંક III - સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ભોગાવો - II ડેમથી હિરણ - II સિંચાઈ યોજના
D લિંક IV - સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ભોગાવો - II ડેમથી રાયડી ડેમ
✓ A · લિંક I - મોરબી જિલ્લાના મચ્છુ - II ડેમથી સાની ડેમ
Q.160 2011ની વસતીગણતરી અનુસાર ગુજરાતની વસતીગીચતા કેટલી છે?
A 368 પ્રતિ ચોરસ કિમી
B 348 પ્રતિ ચોરસ કિમી
C 308 પ્રતિ ચોરસ કિમી
D 418 પ્રતિ ચોરસ કિમી
✓ C · 308 પ્રતિ ચોરસ કિમી
Q.161 બાકુમાં COP29 ખાતે નીચેના પૈકી કયા વર્ષ સુધીમાં વાર્ષિક 300 અબજ ડોલરનું નવું આબોહવા નાણાકીય લક્ષ્ય સ્થાપવાનો મુખ્ય ધ્યેય છે?
A 2030
B 2035
C 2040
D 2045
✓ B · 2035
Q.162 ભારતના AI મિશન હેઠળ રચાયેલા ભારતના AI માળખાના નીચેના પૈકી ચાવીરૂપ ઘટકો કયા છે? 1. નૈતિક અને જવાબદાર AI માટે સાત માર્ગદર્શક સિદ્ધાંતો-સૂત્રો 2. AIના છ સ્તંભો માટેની ચાવીરૂપ ભલામણ 3. ટૂંકા, મધ્યમ અને લાંબા ગાળાની સમયરેખા સાથે સુસંગત કરેલ એક્શન પ્લાન નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
A ફક્ત 1 અને 2
B ફક્ત 2 અને 3
C ફક્ત 1 અને 3
D 1, 2 અને 3
✓ D · 1, 2 અને 3
Q.163 ભારતના સંદર્ભમાં રાષ્ટ્રીય આવક એ તમામ ભારતીયોની સામૂહિક આવક છે. નીચેના પૈકી કયું રાષ્ટ્રીય આવક દર્શાવે છે?
A બજારભાવે કુલ સ્થાનિક પેદાશ
B સાધન ખર્ચે ચોખ્ખી સ્થાનિક પેદાશ
C બજારભાવે ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ
D સાધન ખર્ચે ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ
✓ D · સાધન ખર્ચે ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ
Q.164 ફેબ્રુઆરી 2026ની સ્થિતિએ ભારતનું સૌથી ઝડપી અને સૌથી મોટું AI સુપર કમ્પ્યુટર એરાવત (AIRAWAT) કેટલા AI પટા ફ્લોપ્સ મિશ્ર ચોકસાઈ પીક કમ્પ્યુટર ક્ષમતા સાથે કાર્ય કરે છે?
A 100
B 125
C 150
D 200
✓ D · 200
Q.165 સોનું, રોકડ અથવા સરકારી જામીનગીરી જેવી સલામત, તરલ સંપત્તિમાં થાપણની ચોક્કસ ટકાવારી રાખવા સારુ વાણિજ્યિક બેંકો માટે નીચેના પૈકી કઈ ફરજિયાત અનામત જરૂરી છે?
A કાયદાકીય માન્ય પ્રવાહીતાનું પ્રમાણ-SLR
B રોકડ અનામત ગુણોત્તર-CRR
C વળતરનો આંતરિક દર-IRR
D નફા વહેંચણી ગુણોત્તર-PSR
✓ A · કાયદાકીય માન્ય પ્રવાહીતાનું પ્રમાણ-SLR
Q.166 સંરક્ષણ ક્ષેત્રે જો કોઈ મિસાઈલ મેક 5 (Mach 5) કરતાં વધુ ગતિએ પ્રવાસ કરે તો તેને ________ કહે છે.
A સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ
B સબ સોનિક ક્રૂઝ મિસાઈલ
C હાઈપરસોનિક ક્રૂઝ મિસાઈલ
D સોનિક ક્રૂઝ મિસાઈલ
✓ C · હાઈપરસોનિક ક્રૂઝ મિસાઈલ
Q.167 ________ એક ચલણના મૂલ્યના વધારાને બીજા ચલણના મૂલ્યની દૃષ્ટિએ યોગ્ય રીતે સમજાવે છે.
A પુન:મૂલ્યાંકન
B અવમૂલ્યન
C ઘસારો
D મૂલ્યવૃદ્ધિ
✓ D · મૂલ્યવૃદ્ધિ
Q.168 ઉપભોક્તા ભાવ સૂચકાંક __________ માં ભાવ પર આધારિત છે.
A જથ્થાબંધ બજાર
B છૂટક બજાર
C વિદેશી બજાર
D કાળા બજાર
✓ B · છૂટક બજાર
Q.169 કોરોના વાઈરસ -COVID-19 __________ ના કારણે થતો રોગ છે.
A SARS-CoV-2 વાઈરસ
B SARS-CoV-6 વાઈરસ
C SARS-H1N1 વાઈરસ
D SARS- H1S1 વાઈરસ
✓ A · SARS-CoV-2 વાઈરસ
Q.170 વાતાવરણમાંથી એક મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ- CO2 અથવા તેના સમકક્ષ CO2 ને દૂર કરવા અથવા ટાળવાનું પ્રતિનિધિત્વ કરતું નીચેના પૈકી કયું વેપારી પ્રમાણપત્ર છે?
A ચોખ્ખું શૂન્ય (નેટ ઝીરો)
B કાર્બન ક્રેડિટ
C સૂક્ષ્મ દ્રવ્ય (પાર્ટિક્યુલેટ મેટર)
D ગ્રીન હાઉસ ગેસ
✓ B · કાર્બન ક્રેડિટ
Q.171 ગુજરાતમાં નીચેના પૈકી કયા સ્થળે રૂપેણ નદી ઉદભવે છે?
A તારંગાની ટેકરીઓ
B અરવલ્લીની ટેકરીઓ
C ગીરના જંગલ
D કચ્છનું નાનું રણ
✓ A · તારંગાની ટેકરીઓ
Q.172 2011ની વસતીગણતરી અનુસાર ગુજરાત રાજ્યમાં નીચેના પૈકી કયું અનુસૂચિત જનજાતિ જૂથ સૌથી વધુ વસતી ધરાવતું બીજા ક્રમાંકનું જૂથ છે?
A ભીલ
B હળપતિ
C ગામીત
D રાઠવા
✓ B · હળપતિ
Q.173 કાંકરેજી, જાફરાબાદી ગુજરાતની નીચેની કઈ જાતો છે?
A પશુ
B માછલી
C ભાષા, બોલીઓ
D ચોખા
✓ A · પશુ
Q.174 જ્યારે સિંધના સમ્મા રાજપૂત રાજાઓએ કચ્છ વિસ્તાર જીતી લીધો ત્યારે કચ્છ એક અલગ રાજ્ય તર કે નીચેના પૈકી કઈ સદીમાં અસ્તિત્વમાં આવ્યું?
A બારમી સદી
B તેરમી સદી
C ચૌદમી સદી
D પંદરમી સદી
✓ C · ચૌદમી સદી
Q.175 1937માં કરાંચી ખાતે નીચેના પૈકી કોણે સૌ પ્રથમ વાર "મહાગુજરાત" શબ્દની રચના કરી?
A ક. મા. મુનશી
B મહાત્મા ગાંધી
C બહેરામ મહેતા
D સરદાર વલ્લભભાઈ પટેલ
✓ A · ક. મા. મુનશી
Q.176 નીચેના પૈકી કયા રાજાને રાજા ગૌતમી પુત્ર સતકર્ણી દ્વારા ઉથલાવી નાખવામાં આવ્યો હતો?
A શક મહાક્ષત્રપ નાહપાના
B કોશલ રાજવી ધનદેવ
C શુંગ રાજવી પુષ્યમિત્ર
D ઉપરોક્ત પૈકી કોઈ નહિ
✓ A · શક મહાક્ષત્રપ નાહપાના
Q.177 દેશી રજવાડા નવાનગરની રાજધાની જામનગરની સ્થાપના ________ માં થઈ હતી.
A ઈ.સ. 1540
B ઈ.સ. 1495
C ઈ.સ. 1579
D ઈ.સ. 1605
✓ A · ઈ.સ. 1540
Q.178 જાડેજા વંશના રાજાઓ બાબતે નીચેનાં પૈકી કયાં વિધાનો સાચાં છે? 1. જામ રાવલ બાદ જામ વિભાજી નવાનગરના રાજા બન્યા હતા. 2. મજેવડી ગામ નજીક જૂનાગઢની લડાઈમાં જામ સતાજી પહેલાએ અકબરના સૈન્યને હરાવ્યું હતું. 3. જાડેજા વંશના રાજા હર્ષલજીને "પશ્ચિમ ભારતના બાદશાહ"નો ખિતાબ આપવામાં આવ્યો હતો. 4. ઈ.સ. 1549માં ખેંગાર કચ્છના પ્રથમ રાવ બન્યા અને ભૂજને રાજધાની તરીકે સ્થાપી. નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
A ફક્ત 1, 2 અને 3
B ફક્ત 2, 3 અને 4
C ફક્ત 1, 2 અને 4
D ફક્ત 1 અને 2
✓ C · ફક્ત 1, 2 અને 4
Q.179 નીચેના પૈકી કોણે આરબ સૈન્ય સાથે લડીને ગુર્જર દેશમાં આઝાદી પુનઃસ્થાપિત કરી?
A સિલૂકા
B ચંડકા
C નાગભટ્ટ
D દંતિવર્મન
✓ C · નાગભટ્ટ
Q.180 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના ડરના કારણે અંગ્રેજોએ નીચેના પૈકીની કઈ રેજિમેન્ટનું અમદાવાદ ખાતે નિ:શસ્ત્રીકરણ કર્યું?
A પાંચમી નેટિવ ઇન્ફેન્ટ્રી રેજિમેન્ટ
B છઠ્ઠી નેટિવ ઇન્ફેન્ટ્રી રેજિમેન્ટ
C સાતમી નેટિવ ઇન્ફેન્ટ્રી રેજિમેન્ટ
D આઠમી નેટિવ ઇન્ફેન્ટ્રી રેજિમેન્ટ
✓ C · સાતમી નેટિવ ઇન્ફેન્ટ્રી રેજિમેન્ટ
Q.181 ફેબ્રુઆરી 2014ની સ્થિતિએ ભારતે નવેમ્બર 2021માં COP 26માં પ્રતિબદ્ધ થયા મુજબ __________ સુધીમાં ચોખ્ખી શૂન્ય ઉત્સર્જન હાંસલ કરવાનું જાહેર કર્યું છે.
A 2035
B 2047
C 2060
D 2070
✓ D · 2070
Q.182 માનવ મગજનો નીચેના પૈકી કયો ભાગ ગળી જવા માટે અને ઉલટી થવા અંગેનું નિયમન કેન્દ્ર છે?
A લઘુ મસ્તિષ્ક/ સેરેબેલમ (Cerebellum)
B સેરિબ્રમ (Cerebrum)
C મેડુલા ઓબ્લોન્ગાટા (Medulla Oblongata)
D પોન્સ (Pons)
✓ C · મેડુલા ઓબ્લોન્ગાટા (Medulla Oblongata)
Q.183 ગુજરાત સરકારની જાહેરાત અનુસાર વર્ષ 2025માં ગુજરાતની માથાદીઠ આવક ________ ને પાર કરી ગઈ છે
A રૂ. 2,00,000
B રૂ. 2,50,000
C રૂ. 3,00,000
D રૂ. 4,00,000
✓ C · રૂ. 3,00,000
Q.184 નીચેના પૈકી કયું ભારતનું 107નું રાષ્ટ્રીય ઉદ્યાન બન્યું છે?
A માધવ રાષ્ટ્રીય ઉદ્યાન
B રાજાજી રાષ્ટ્રીય ઉદ્યાન
C સિમલીપાલ રાષ્ટ્રીય ઉદ્યાન
D નલ્લામલ્લા રાષ્ટ્રીય ઉદ્યાન
✓ C · સિમલીપાલ રાષ્ટ્રીય ઉદ્યાન
Q.185 ________ ના કારણે ઘણીવાર AB રક્તજૂથ ધરાવતી વ્યક્તિ ` સાર્વત્રિક પ્રાપ્ત કરતા યુનિવર્સલ રેસીપીઅન્ટ કહે છે?
A એન્ટિજનના અભાવ
B એન્ટિબોડીઝના અભાવ
C લાલ રક્તકણોનો અભાવ
D હિમોગ્લોબિનના અભાવ
✓ B · એન્ટિબોડીઝના અભાવ
Q.186 કિશોરીઓમાં કયા પ્રકારના કેન્સરને રોકવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રવ્યાપી HPV રસી કાર્યક્રમ શરૂ કર્યો છે?
A લોહીનું કેન્સર
B મગજનું કેન્સર
C ગર્ભાશયના મુખનું કેન્સર
D સ્તન કેન્સર
✓ C · ગર્ભાશયના મુખનું કેન્સર
Q.187 નીચેના પૈકી કયું ભારતનું સ્વદેશી બનાવટનું લાઈટ કોમ્બેટ હેલિકોપ્ટર છે?
A સૂર્યા
B સરલ
C પ્રચંડ
D કોમલ
✓ C · પ્રચંડ
Q.188 ગ્લોબલ વોર્મિંગ કન્વેન્શનના સંદર્ભે UNFCCCનું પૂર્ણ સ્વરૂપ નીચેના પૈકી કયું છે?
A યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઈમેટ ચેન્જ
B યુનાઈટેડ નેશન્સ ફેડરેશન કન્વેન્શન ઓન ક્લાઈમેટ ચેન્જ
C યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક સેન્ટર ઓન ક્લાઈમેટ ચેન્જ
D યુનાઈટેડ નેશન્સ ફેડરેશન સેન્ટર ઓન ક્લાઈમેટ ચેન્જ
✓ A · યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઈમેટ ચેન્જ
Q.189 ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ (NMR) સ્પેક્ટ્રોસ્કોપીમાં નીચેના પૈકી કયા પ્રકારના ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિએશનનો ઉપયોગ થાય છે?
A માઇક્રોવેવ
B ગામા કિરણોત્સર્ગ
C રેડિયો તરંગો
D ઇન્ફ્રારેડ તરંગો
✓ C · રેડિયો તરંગો
Q.190 ન્યુક્લિયર પાવર પ્લાન્ટ મુખ્યત્વે નીચેના પૈકી કઈ પ્રક્રિયા દ્વારા વીજળી ઉત્પન્ન કરે છે?
A ન્યુક્લિયર ફ્યુઝન (Fusion) - પરમાણુ એકીકરણ
B ન્યુક્લિયર ફીઝન (Fission) - પરમાણુ વિભાજન
C ન્યુક્લિયર ટ્રાન્સમિશન (Transmission) - પરમાણુ સંક્રમણ
D ન્યુક્લિયર એક્સપ્લોઝન (Explosion) - પરમાણુ વિસ્ફોટ
✓ B · ન્યુક્લિયર ફીઝન (Fission) - પરમાણુ વિભાજન
Q.191 ચિત્ર-વિચિત્ર એ ગુજરાતનો સૌથી મોટો આદિવાસી તહેવાર છે, જે દર વર્ષે હોળી પછી માર્ચ મહિનામાં સાબરકાંઠા જિલ્લાના કયા તાલુકામાં ઉજવવામાં આવે છે?
A ઈડર
B ખેડબ્રહ્મા
C પોશિના
D પ્રાંતિજ
✓ C · પોશિના
Q.192 બરોડાના ફર્સ્ટ રેસિડન્ટ તરીકે મેજર એલેક્ઝાન્ડર વોકરની નિમણૂક ________ દ્વારા કરવામાં આવી હતી.
A ગવર્નર બ્રન્ટન
B ગવર્નર હડસન
C ગવર્નર હન્ટર
D ગવર્નર ડંકન
✓ D · ગવર્નર ડંકન
Q.193 ભૂજના પ્રસિદ્ધ આયના મહેલના મુખ્ય સ્થપતિ કોણ હતા?
A રામસિંહ માલમ
B મહારાવ ખેંગારજી
C વિષ્ણુકુમાર દેસાઈ
D વિઠ્ઠલ દાસ દોશી
✓ A · રામસિંહ માલમ
Q.194 નીચેની વિશેષતા ધરાવતું લોકનૃત્ય કયું છે? ૧. આ નૃત્ય મુખ્યત્વે રબારી અને ભરવાડ સમુદાયો દ્વારા કરવામાં આવે છે. ૨. સ્ત્રીઓ પોતાના પગ લાવણ્ય રીતે હલાવતા સંગીત રચવા માટે વીંટીઓ પહેરેલી આંગળીઓ વડે પોતાની હથેળીઓ વચ્ચે પિત્તળના ઘડાને ફેરવે છે.
A ભવાઈ નૃત્ય
B સિદી નૃત્ય
C ટીપ્પણી નૃત્ય
D મટુકડી નૃત્ય
✓ D · મટુકડી નૃત્ય
Q.195 વડનગરના બૌદ્ધ મઠ બાબતે નીચેનાં પૈકી ક્યાં વિધાનો સાચાં છે? ૧. ઇ.સ. બીજીથી સાતમી સદી સુધી આ બૌદ્ધ મઠ વડનગરના કિલ્લા બંધ વિસ્તારમાં આવેલ છે. ૨. કેન્દ્રીય આંગણાની ફરતે આવેલ કોટડીઓ સ્વસ્તિક જેવી રચના બનાવે છે. ૩. આ બૌદ્ધ મઠ એક સ્તૂપ અને એક ખુલ્લું અને એક કેન્દ્રીય આંગણું ધરાવતો હતો. નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
A ૧, ૨ અને ૩
B ફક્ત ૨ અને ૩
C ફક્ત ૧ અને ૩
D ફક્ત ૧ અને ૨
✓ A · ૧, ૨ અને ૩
Q.196 આશરે ઈ.સ. પૂર્વે ૩૯૫૦ અને ઈ.સ. પૂર્વે ૧૯૦૦ની વચ્ચે તામ્ર-પાષાણ યુગની પ્રાદેશિક માટીકામની આનર્ત પરંપરા પ્રાથમિક રીતે ________ ખાતે મળી આવેલી છે.
A આણંદ
B સુરત
C વડોદરા
D કચ્છ
✓ C · વડોદરા
Q.197 માધવપુર ઘેડ મેળો એ ગુજરાતના પોરબંદર જિલ્લામાં દર વર્ષે યોજાતો એક ભવ્ય સાંસ્કૃતિક ઉત્સવ છે. આ મેળો દર વર્ષે ક્યારે શરૂ થાય છે?
A શ્રી રામ નવમી
B મહા શિવરાત્રી
C ધુળેટી
D સંવત્સરી
✓ A · શ્રી રામ નવમી
Q.198 શિવાજીએ કયા વર્ષે મુઘલ નગરી સુરત લૂંટી હતી?
A 1664 અને 1670
B 1644 અને 1650
C 1674 અને 1680
D 1669 અને 1674
✓ A · 1664 અને 1670
Q.199 મહારાજાધિરાજનો સાર્વભૌમ ખિતાબ ધારણ કરનાર પ્રથમ વાઘેલા રાજા ________ હતા.
A વિશળદેવ વાઘેલા
B લક્ષ્મણ વાઘેલા
C કૃષ્ણ પ્રસાદ વાઘેલા
D વીરધવલ વાઘેલા
✓ A · વિશળદેવ વાઘેલા
Q.200 નીચેના પૈકી કયા જૈન તીર્થંકરે શત્રુંજય ટેકરીઓ પર પોતાનો પહેલો ઉપદેશ આપી તેને પવિત્ર બનાવી હતી?
A પ્રથમ તીર્થંકર
B બીજા તીર્થંકર
C ત્રીજા તીર્થંકર
D ચોથા તીર્થંકર
✓ A · પ્રથમ તીર્થંકર

Post a Comment